વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં જ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી ચૂકેલા જો બાઈડેને (Joe Biden) પોતાની નવી ટીમની જાહેરાત પણ કરી દીધી છે. સોમવારે તેમણે નવી સરકારમાં તેમને સાથ આપવા જઈ રહેલા લોકોના નામની જાહેરાત કરી. જેમાં લાંબા સમય સુધી વિદેશ નીતિ સલાહકાર રહેલા એન્થની બ્લિન્કેન(Anthony Blinken) અને જ્હોન કેરી(John Kerry) પણ સામેલ છે. બાઈડેનને આ નવી ટીમમાં સામેલ મોટા ભાગના નામ બરાક ઓબામાની ટીમનો પણ ભાગ રહી ચૂકેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં બાઈડેનના રાષ્ટ્રપતિ બનવા સુધી કોરોના કેસ થઈ જશે બે ગણા


બ્લિન્કેન સેક્રેટરી ઓફ સ્ટેટ
એન્ટની બ્લિન્કેનને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીને જળવાયુ માટે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની જવાબદારી સોંપવામાં આવી છે. કેરી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આ પદ પર બેસનારા પહેલા અધિકારી હશે. 


Corona ના હાહાકાર વચ્ચે રસી અંગે અમેરિકાથી આવ્યા અત્યંત શુભ સમાચાર


બધા અનુભવી 
બાઈડેને પોતાની ટીમની જાહેરાત કરતા કહ્યું કે જ્યારે વાત રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની આવે ત્યારે અમારી પાસે બરબાર કરવા માટે સમય નથી. મારી ટીમમાં સામેલ પ્રત્યેક વ્યક્તિ અનુભવી છે અને જાણે છે કે સંકટની સ્થિતિમાં કેવી રીતે કામ થઈ શકે છે. અમે અમેરિકાના બધા લોકોની સેવા કરીશું અને સારી, ન્યાયપૂર્ણ અને સંયુક્ત દેશ તૈયાર કરવાની દિશામાં કામ કરીશું. અત્રે જણાવવાનું કે ભલે બાઈડેને પોતાની ટીમની જાહેરાત કરી દીધી, પરંતુ સેનેટની સ્વિકૃતિ આ  બાબતે જરૂરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube